Manu


Dear FPS Click Here to Submit DigiPay Daily Report.

ad

Saturday, 20 August 2016

| હવે કરો ઓનલાઈન અરજી કાંટાળા તારની વાડ માટે.|

 Forest Depertment

Help Manual Barbed Wire Fencing Online Application
નમસ્કાર
મિત્રો,
નીચેના ઈમેજ માં દર્શાવ્યા પ્રમાણે અરજી કરવા વિનંતી, 
આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્નો હોય તો અમારી સાથે લાઇવ ચેટ કરી શકો છો,

કાંટાળા તારની વાડ માટેનું અરજી પત્રક   |કમલેશ માળી|

____________________________________________________________________________________________



ફોર્મ ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો.
ઓનલાઈન અરજી કરવા અહિયાં ક્લિક કરો.
વધુ માહિતી માટે આ બ્લોગ જોતા રહો.

Saturday, 13 August 2016

Public Distribution System's ( Ipds & Efps ) Software.

જુદા જુદા ફોર્મુલા એક્સલ માટે.

નમસ્કાર...
            આ અઠવાડીયે આપનું સ્વાગત છે.
આપણે લોકો કમ્પ્યુટરમાં કામ કરતા હોય છે. તેમાં MS-EXCEL માં આપણે ઘણી સહેલાઈથી કામ કરી શકીએ. Result અને બીજા અમુક પ્રોગ્રામ બનાવવા માટે તમારે જુદા જુદા EXCEL ની formula ની જરૂર પડે છે. જે કામને સહેલુ બનાવે.

હા...તો અહી હું લાવ્યો છું 115 થી પણ વધુ EXCEL Formula બસ એક નાની ફાઈલની અંદર જેથી તમને સહેલાઈ રહે. આ ફાઈલ પોતે જ Excel ની ફાઈલ છે જે માત્ર કમ્પ્યુટરમાં જ ખુલશે. મોબાઈલમાં જોવા Office Suite એપ હોવી જોઈએ. તમામ formula આ ફાઈલમાં આવરી લેવાયા છે.

→EXCEL Formula ની ફાઈલ ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો
ફાઈલ સાઈઝ માત્ર 500 kb જ.

યુ-ટ્યુબ વિડીયો ડાઉનલોડ કરવું છે..?? તો આ રહી સરળ રીત.

--------------------------------------------------------------------------------------------------------------------------

નમસ્તે...
યુ-ટયુબ પર ઘણા શૈક્ષણિક વિડીયો મળી રહે છે. આ વિડીયો ડાઉનલોડ થતા નથી. પણ તેને ડાઉનલોડ કરવા માટે સોફ્ટવેર કે એપ હોય છે.

એપ વગર પણ તેને ડાઉનલોડ કરી શકાય. આ અગાઉ તમે Magic વાળી ટ્રીક આ બ્લોગ પર જોઈ હશે. જે બાદમાં વધુ પ્રચલિત બની હતી. પણ હજી એક નવી ટ્રીક લાવ્યો છું.

આ રીત magic ટ્રીક કરતા પણ સરળ છે. જુઓ નીચે અને જાણો...
આ માટે ક્લિક કરો નીચેની લીંક
www.10youtube.com
- અહી યુ-ટયુબની લીંકમાં આગળ 10 મુકેલ છે. નવું પેજ ખુલશે. તેમા એક ખાલી જગ્યા હશે નીચે. તેમાં તમારે તમારા વિડીયોની યુ-ટ્યુબ લીંક નાખવાની છે. અથવા તમે સીધુ સર્ચ કરી શકો છો. છે ને સરળ!!!
- બીજી રીત એ છે કે તમારી લીંકમાં જ www.youtube.com/abcdef હોય ત્યા www.10youtube.com/abcdef કરીને પણ ડાઉનલોડ કરી શકો.
- પછી તમને જોતી હોય તે સાઈઝ પસંદ કરીને ડાઉનલોડ કરો.
- એક ફાયદો એ છે કે નીચે વિડીયો play પણ થશે. આથી તમે જોઈ શકો.

જોતા રહો આ બ્લોગ.

ગુજરાતી લખવા માગો છો...?? તો આટલું કરો.


Happy Independence Day...
તમને અંગ્રેજી ટાઈપિંગ શીખી ગયા હશો. પરંતુ, ગુજરાતી ટાઈપ વખતે તેના અક્ષરો યાદ રાખવામાં તકલીફ થતી હોય છે. તેનો સરળ રસ્તો છે તમે શ્રુતિ ઈન્ડિક ફોન્ટ અને સોફ્ટવેર ડાઉનલોડ કરો. પછી તેમાંથી ગુજરાતી લખો.


ફાયદાઓ :-
1. શ્રુતિ ઈન્ડિક માં અક્ષરો યાદ રાખવાની જરૂર નથી.
2. તમે સહેલાઈથી ટાઈપ કરી શકો.
3. બધુ ટાઈપિંગ અંગ્રેજી બારાક્ષરી પ્રમાણે.
4. દા.ત. "વેબસાઈટ" ટાઈપ કરવા તમારે Website એમ લખવાનું છે બસ.
5. ઈન્ટરનેટ પર પણ ગમે ત્યા ગુજરાતી ટાઈપ કરી શકો. દા.ત. ફેસબુક પર ગુજરાતીમાં પોસ્ટ.
6. GTU CCC પરીક્ષાની પૂર્વ તૈયારી થઈ શકે.

શ્રુતિ ઈન્ડિક ઈનસ્ટોલ :-
- શ્રુતિ ઈન્ડિક ઈનસ્ટોલ કરવા માટે પહેલા તમારા કમ્પ્યુટર વિશે જાણવું જરૂરી કે તે કઈ operating system છે.
- તેના માટે my computer કે computer પર right click કરો તેમા જુઓ કે operating system કઈ છે ( Windows 8/ xp /7 /vista ) અને કેટલા bit ની છે. (32 કે 64)
- તમારી operating system મુજબ શ્રુતિ ઈન્ડિક ડાઉનલોડ કરો. ડાઉનલોડ માટે નીચે જુઓ.

1. શ્રુતિ ઈન્ડિક ઈનપુટ-3 :-
- Windows 8, Windows 7 માટે
- 32 bit માટે સોફ્ટવેર :- ડાઉનલોડ
- 64 bit માટે સોફ્ટવેર :- ડાઉનલોડ
- ટાઈપિંગ મદદ માટે PDF :- ડાઉનલોડ

2. શ્રુતિ ઈન્ડિક ઈનપુટ-2 :-
- Windows 7, Windows Vista, Windows XP 64 bit
- 32 bit માટે સોફ્ટવેર :- ડાઉનલોડ
- 64 bit માટે સોફ્ટવેર :- ડાઉનલોડ
- ટાઈપિંગ મદદ માટે PDF:- ડાઉનલોડ

3. શ્રુતિ ઈન્ડિક ઈનપુટ-1 :-
- Windows XP 32 bit :- ડાઉનલોડ

સંદર્ભ અને લીંક :- www.bhashaindia.com

GTU CCC ની થિયરીની પરીક્ષા માટે કુલ આઠ MP3 ઓડીયો ફાઈલ.

નમસ્કાર...
GTU CCC ની પરીક્ષા નજીક આવી રહી છે. ઘણું મટીરીયલ પીડીએફ અને બીજી ફાઈલમાં મળે છે. પણ GTU CCC ની થિયરીની પરીક્ષા માટે કુલ આઠ MP3 ઓડીયો ફાઈલ મુકેલ છે. અહી પરીક્ષાના પ્રશ્નો ઓડીયો ફાઈલ રૂપે છે.

અહીં આઠ MP3 ફાઈલો મુકેલ છે. ફાઈલ બનાવનાર શ્રી અલ્પેશભાઈ પરમાર. તેમનો આભાર.

ફાઈલ ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો.

1. CCC થિયરી MP3 ફાઈલ 1 :- ડાઉનલોડ

2. CCC થિયરી MP3 ફાઈલ 2 :- ડાઉનલોડ

3. CCC થિયરી MP3 ફાઈલ 3 :- ડાઉનલોડ

4. CCC થિયરી MP3 ફાઈલ 4 :- ડાઉનલોડ

5. CCC થિયરી MP3 ફાઈલ 5 :- ડાઉનલોડ

6. CCC થિયરી MP3 ફાઈલ 6 :- ડાઉનલોડ

7. CCC થિયરી MP3 ફાઈલ 7 :- ડાઉનલોડ

8. CCC થિયરી MP3 ફાઈલ 8 :- ડાઉનલોડ
Via: Another site

શું તમે સીસીસીની પરીક્ષાની તૈયારી કરો છો..??




નમસ્કાર મિત્રો, તમે જો કમ્પ્યુટર શીખતા હોય અથવા તમે શિક્ષક છો અને સીસીસીની પરીક્ષાની તૈયારી કરો છો તો તમારી માટે ઉપયોગી ફાઈલ બનાવીને અહી મુકેલ છે.

આ ફાઈલમાં કમ્પ્યુટર અને ઈન્ટરનેટને લગતા પુરા નામો (ફૂલ ફોર્મ)ની PDF ફાઈલ બનાવેલ છે. જેમાં ટૂંકા નામો અને સાથે અંગ્રેજી અને ગુજરાતીમાં પુરા નામ આપેલ છે. સીસીસી પરીક્ષા માટે ખાસ ઉપયોગી.

આ ફાઈલને ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

કમ્પ્યુટર શોર્ટકટ કી - વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટ.

કમ્પ્યુટર શોર્ટકટ કી - વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટ નમસ્કાર મિત્રો...
કમ્પ્યુટરની કોઈપણ પરીક્ષા અને સીસીસી માટે તમને ઉપયોગી થઈ શકે તેવી ત્રણ પીડીએફ ફાઈલો અહી મુકુ છું.

અહી MS OFFICE વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટની તમામ શોર્ટ કીની PDF ફાઈલો મુકેલ છે. આ ફાઈલ બાળકો અને શિક્ષકોને ઉપયોગી થશે. સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી છે. નીચે ડાઉનલોડ પર ક્લિક કરી ફાઈલને ડાઉનલોડ કરો.

■ વર્ડ શોર્ટ કી :- ડાઉનલોડ
■ એક્સેલ શોર્ટ કી :- ડાઉનલોડ
■ પાવર પોઈન્ટ શોર્ટ કી :- ડાઉનલોડ

Micro Soft Office માં PDF બનાવવા માટે

નમસ્કાર મિત્રો...
તમે કમ્પ્યુટરમાં કોઈપણ ફાઈલ બનાવતા હોય તો તે સાચવી રાખવા અથવા મોબાઈલમાં જોવા PDF પ્રકારની ફાઈલમાં Convert કરીએ છીએ. ખાસ કરીને શાળાના કામ માટે. આ માટે ઘણા સોફ્ટવેર ઉપલબ્ધ છે. પણ અહી તમારે કોઈ સોફ્ટવેરની જરૂર નથી. સોફ્ટવેર વગર જ MS Office માંથી જ PDF ફાઈલ બનાવી શકશો.

Micro Soft Office માં PDF બનાવવા માટે તમારે 934 kb સાઈઝનું એક Add-in ડાઉનલોડ કરવું પડશે.
આ Add-in ડાઉનલોડ કરવા :- અહી ક્લિક કરો

હવે આ ફાઈલ પર ડબલ ક્લિક કરી તેને Install કરો. એટલે થોડા સમયમાં થઈ જશે. હવે તમારી કોઈપણ Word, Excel કે PPT ફાઈલને ખોલો અથવા નવી બનાવો. ત્યારબાદ File પર ક્લિક કરતા Save As આવશે. તેમા માઉસ રાખતા PDF or XPS એવું હશે. તો ત્યા ક્લિક કરતા ફાઈલ PDF સ્વરૂપની બની જશે.

નોંધ લેશો કે ફાઈલને PDF બનાવતા પહેલા પેજ સેટઅપમાંથી પેજ સરખું સેટ કરવું અથવા પ્રિન્ટ પ્રિવ્યું જોઈ લેવો. આ પછીની પોસ્ટમાં મોબાઈલમાંથી જ આ કામ કેમ કરવું તેની માહિતી હવે મુકાશે.

સરકારી શાળાનો ડાયસ કોડ કેમ જાણવો..??

_________________________________________________________________________________

નમસ્કાર...
આજના ઓનલાઈન યુગમાં શિક્ષકોને વધુ સરળતા માટે અહી હું કોઈપણ સરકારી શાળાનો ડાયસ કોડ કેમ જાણવો તેના વિશેની માહિતી મુકી રહ્યો છું. સાથે વિદ્યાર્થી-શિક્ષકોની સંખ્યા પણ જાણી શકશો.

તમારે નીચેના પગલાઓ અનુસરવાના છે.

→ પગલુ 1 :- સૌપ્રથમ નીચેની લીંક પર ક્લિક કરો
http://www.dise.in/Downloads/School%20Directory/Gujarat.htm
→ પગલુ 2 :- નવા ખુલેલા પેજમાં Select District હશે. તેમાં જે શાળાનો કોડ જાણવો તેનો જિલ્લો પસંદ કરો.

→ પગલુ 3 :- જિલ્લો પસંદ કર્યા બાદ Go બટન પર ક્લિક કરો. એટલે એક PDF ફાઈલ ડાઉનલોડ થશે.

→ પગલુ 4 :- આ PDF ફાઈલમાં ABCD મુજબ તાલુકા, ક્લસ્ટર અને શાળા હશે. જેમાં તેમનો ડાયસ કોડ અને કુલ વિદ્યાર્થી તથા કામ કરતા શિક્ષકોની સંખ્યા પણ હશે.

આશા છે ઉપરની માહિતી આપને પસંદ આવી હશે. હવેથી બ્લોગ પર માત્ર આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જ મુકવામાં આવશે. જોતા રહો. |આપનો મિત્ર: કમલેશ માળી|