_________________________________________________________________________________
નમસ્કાર...
આજના ઓનલાઈન યુગમાં શિક્ષકોને વધુ સરળતા માટે અહી હું કોઈપણ સરકારી શાળાનો ડાયસ કોડ કેમ જાણવો તેના વિશેની માહિતી મુકી રહ્યો છું. સાથે વિદ્યાર્થી-શિક્ષકોની સંખ્યા પણ જાણી શકશો.
તમારે નીચેના પગલાઓ અનુસરવાના છે.
→ પગલુ 1 :- સૌપ્રથમ નીચેની લીંક પર ક્લિક કરો
http://www.dise.in/Downloads/School%20Directory/Gujarat.htm
→ પગલુ 2 :- નવા ખુલેલા પેજમાં Select District હશે. તેમાં જે શાળાનો કોડ જાણવો તેનો જિલ્લો પસંદ કરો.
→ પગલુ 3 :- જિલ્લો પસંદ કર્યા બાદ Go બટન પર ક્લિક કરો. એટલે એક PDF ફાઈલ ડાઉનલોડ થશે.
→ પગલુ 4 :- આ PDF ફાઈલમાં ABCD મુજબ તાલુકા, ક્લસ્ટર અને શાળા હશે. જેમાં તેમનો ડાયસ કોડ અને કુલ વિદ્યાર્થી તથા કામ કરતા શિક્ષકોની સંખ્યા પણ હશે.
આશા છે ઉપરની માહિતી આપને પસંદ આવી હશે. હવેથી બ્લોગ પર માત્ર આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જ મુકવામાં આવશે. જોતા રહો. |આપનો મિત્ર: કમલેશ માળી|
No comments:
Post a Comment
Thank you...